જમીન પચાવી પાડનાર વિરુદ્ધ પોલીસ કેસ
કલોલમાં જમીનો પર ગેરકયદેસર દબાણો કરીને જમીન પડાઈ પાડવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. કલોલના કલ્યાણપુરામાં વૃધ્ધની વડીલો પાર્જીત જમીન પચાવીને તેમાં મંદિર, કાચા મકાન અને ઉકરડા ઉભા કરી દેનાર 12 વ્યક્તિઓ સામે કલોલ શહેર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલોલ કલ્યાણપુરામાં જમીન પર ગેયકાયદે દબાણો ઉભા કરી ખોટા દસ્તાવેજો કરી અન્યને વેચવા બદલ 12 શખ્સો સામે ગુનો નોંધાયો છે.
જ્ઞાન-વિજ્ઞાન તેમજ અવનવી માહિતી વાંચવા માટે અમારી ગુજ્જુ ઇન્ફો એપ ડાઉનલોડ કરો
કલોલ વખારિયાનગર-3 ખાતે રહેતાં સુરેશભાઈ પ્રહલાદભાઈ ત્રિવેદીએ આ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં તેમની વડીલોપાર્જીત જમીન આવેલી છે, જેમાં ફરિયાદી સહિત ચાર ભાઈઓના નામ ચાલે છે. તેઓની જમીનમાં કલ્યાણપુરાના ગોપાળ બાબુભાઈ નાયક તથા સતિષ શાંતિલાલ નાયકે મેલડીમાતાનું મંદિર તેમજ વાડી બનાવેલ છે.
શંકરભાઈ ખોડીદાસ પટેલ, દશરથભાઈ શંકરભાઈ પટેલ દ્વારા કાચુ મકાન અને ઉકરડાનું દબાણ કરવામાં આવ્યું છે. તો ભુપેન્દ્રભાઈ મંગળદાસ નાયક રહે.સુથારવાસ દ્વારા ખોટો દસ્તાવેજ બનાવીને અન્ય ઈસમોને વેચાણ કરવામાં આવી છે.
નગરપાલિકા કલોલને રખડતી ગાયો-આખલામુક્ત ક્યારે કરશે
કલ્યાણપુરા સુથારવાસમાં વીનુભાઈ મંગળદાસ પટેલ, ભરતભાઈ છનાભાઈ પટેલ, રમેશભાઈ છનાભાઈ પટેલ, રાજુભાઈ છનાભાઈ પટેલ, શાંતાબેન ત્રિભોવનદાસ પટેલ, રત્નાભાઈ જકશીભાઈ રબારી, અમરતભાઈ જકશીભાઈ રબારીએ ઉકરડાના દબાણ ઉભા કરી જમીન પચાવી પાડી છે. પોલીસે આ તમામ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.