અંબિકા નગર હાઈવે પાસે  ત્રીપલ અકસ્માત  સર્જાયો;બે બાળકો ઈજાગ્રસ્ત

અંબિકા નગર હાઈવે પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો;બે બાળકો ઈજાગ્રસ્ત

Share On

અંબિકા નગર હાઈવે પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો;બે બાળકો ઈજાગ્રસ્ત

અંબિકા નગર હાઈવે પાસે આજરોજ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ ગાડીઓ ધડાકા સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર બે બાળકોને મોઢા તેમજ દાઢી પર ઈજા પહોંચી હતી.

 

મળતી વિગતો મુજબ મહેશભાઈ સોની તેમની કાર નંબર GJ-24-Af-3733 લઈને અંબિકા નગર હાઈવે થી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે એકા-એક ગાડી પરથી કાબુ ગુમાવતા હાઈવે ની સાઇડમાં પાર્ક કરવામાં આવેલી કાર નંબર GJ-01-RZ-8963 ધડાકા ભેટ ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આગળના સાઈડમાં ઊભેલી રીક્ષા નંબર GJ-01-TE-5629 ને પણ અડફેટમાં લઈ લીધી હતી.

 

આ  અકસ્માતમાં મહેશભાઈ સોની સાથે કારમાં સવાર બે બાળકો જેમના નામ પ્રશંસા સોની ને મોઢાના જડબામાં તેમજ જય સોનીને દાઢીના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ઓમ સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાઇવે પર ઓવર સ્પીડને કારણે અવારનવાર નવા અકસ્માતો બનતા હોય છે, આ ઘટના ઓવર સ્પીડમાં વાહન હંકારતા ચાલકો માટે લાલ બત્તી સમાન છે.

કલોલમાં પોલીસે નવ જુગારીઓને પકડી પાડયા

કલોલ સમાચાર