કલોલના વડસરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાયો
કલોલમાં દારૂનો વેપલો મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. દારૂનો વેપાર બંધ કરાવવા છેક ગૃહમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કલોલ શહેર અને તાલુકામાં ઠેકઠેકાણે બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. કલોલના વડસરમાંથી સાંતેજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. સાંતેજ પોલીસે 60,445 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
વડસર ગામમાં ડેરીવાળા વાસમાં રહેતા સુનિલજી ઉર્ફે મરઘી ગોવિંદજી ઠાકોરના મકાનમાંથી તેમજ તેની બાજુમાં આવેલ નવા મકાનમાં ડાંગરના ઘાસની ગાસડીઓની નીચે ભારતીય બનાવટીના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 180 બોટલોનો જથ્થો કબજે કરી દીધો હતો. જેની સરકારી ચોપડે કિંમત રૂપિયા 60,445નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
