વલસાડ-વડનગર ઇન્ટરસીટી ટ્રેનને કલોલ ખાતે સ્ટોપેજ ન અપાતા નારાજગી

વલસાડ-વડનગર ઇન્ટરસીટી ટ્રેનને કલોલ ખાતે સ્ટોપેજ ન અપાતા નારાજગી

Share On

વલસાડ-વડનગર ટ્રેનને કલોલ ખાતે સ્ટોપેજ ન અપાતા નારાજગી

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની માતૃભૂમિ વલસાડ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતૃભૂમિ વડનગરને જોડતી ઇન્ટરસીટી રેલ સેવા કાર્યાંવત કરાઈ રહી છે.  વલસાડ-વડનગર  ટ્રેન આવતી અને જતી વખતે નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા ખાતે સ્ટોપેજ  રહેશે.

જોકે મહત્વના વેપારી મથક ગણાતા કલોલને સ્ટોપેજ  આપવામાં આવ્યું નથી. જેને કારણે પ્રવાસીઓના નારાજગી ફેલાઈ છે. કલોલને રેલવે તંત્ર દ્વારા કરાતો અન્યાય યથાવત રહ્યો છે. આ ટ્રેનને કલોલ સ્ટોપેજ આપવામાં આવે તો દક્ષિણ ગુજરાત તરફ જતા મુસાફરોને મોટો લાભ થઇ શકે છે.

આ નવી ટ્રેનના સમય શિડ્યુલ મુજબ વલસાડથી 5.45 વાગ્યે ઉપડી અમદાવાદ 10.15 વાગ્યે પહોંચશે અને ત્યાંથી ગાંધીનગર અને મહેસાણા થઇ વડનગર ખાતે બપોરે 12.45 વાગ્યે પહોંચશે. આ જ ટ્રેન વડનગરથી સાંજે 16.45 વાગ્યે ઉપડી અમદાવાદ ખાતે સાંજે 19.30 વાગ્યે આવશે અને ત્યાંથી વલસાડ ખાતે રાત્રે 12.35 વાગ્યે પહોંચશે.

અંબિકા નગર હાઈવે પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો;બે બાળકો ઈજાગ્રસ્ત

 

કલોલ સમાચાર