કલોલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા  સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

કલોલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Share On

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી…..

આજરોજ કલોલમાં રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ જુના ચોરા પાસે આવેલ બ્રાહ્મણની વાડી, ગંજીવાસ ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મને આગળ વધારવા તેમજ ધર્મની રક્ષા માટે હર હંમેશ ખડે પગે રહીને હિન્દુ ધર્મને વિસ્તારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકરો દ્વારા દિવાળીમાં મીઠાઈ વિતરણ, તેમજ કોરોનાના કપરા કાળમાં પણ હંમેશા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન હનુમાન ચાલીસા નો પાઠ પણ કરવામાં આવ્યો હતો. તેમજ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

કલોલ સમાચાર