કલોલમાં ચૂંટણી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે ……..
કલોલમાં ચૂંટણી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભરી દીધું છે. ત્યારે બીજી તરફ ભાજપે પણ ગઈકાલે રાત્રે કલોલમાં તેમનો ઉમેદવાર ઉતાર્યો હતો. ભાજપે બકાજી ઠાકોરને કલોલની ટિકિટ આપી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી એ પણ ઠાકોર ઉમેદવાર ની ટિકિટ આપતા હવે ચૂંટણી રસપ્રદ બની છે.
જોકે બીજી તરફ કલોલની ઠાકોર સેનાએ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરને પોતાનો પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે યોજાયેલ જંગી જાહેર સભામાં ઠાકોર સેનાએ હાજર રહીને બળદેવજી ઠાકોરને પોતાનો ટેકો આપ્યો છે જેને કારણે બળદેવજીની સ્થિતિ હવે એકદમ મજબૂત થઈ ગઈ છે. બીજી તરફ ભાજપે પણ ઠાકોર ઉમેદવાર જાહેર કરતા હવે ચૂંટણી રસપ્રદ થઈ ગઈ છે.
ત્રણેય પક્ષોએ ઠાકોર ઉમેદવાર પર પસંદગી ઉતારતા ઠાકોર મતદારો કોને વોટ આપશે તે જાણવું જરૂરી થઈ પડ્યું છે. કલોલમાં ઠાકોર જ્ઞાતિ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરને જીતાડવા કટિબદ્ધ હોય તેમ લાગી રહ્યું છે. બળદેવજી ઠાકોર છેલ્લા બે મહિનાથી ગામડાઓમાં તનતોડ પ્રચાર કરી રહ્યા છે જેને કારણે મતદારોનો જોક તેમના તરફથી જોવા મળી રહ્યો છે. વધુમાં ઠાકોર સેનાએ સમર્થન આપતા બળદેવજી નો ઘોડો હાલ જીત તરફ ભાગી રહ્યો હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.