કલોલ તાલુકાના જાસપુર ગામની કેનાલમાં એક યુવકની લાશ મળી આવી

કલોલ તાલુકાના જાસપુર ગામની કેનાલમાં એક યુવકની લાશ મળી આવી

Share On

પત્નીના ત્રાસથી યુવકે બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી….

સાસરીયા પક્ષ દ્વારા યુવકને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હોવાને કારણે બે બાળકોના પિતાએ બાળકો સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મળેલ વિગતો મુજબ ગત તારીખ 21 ના રોજ પરઢોલ ગામ અને દસકોઈ તાલુકામાં રહેતા વિનોદજી મનુજી ઠાકોરે તેમના બે દીકરાઓ સાથે રાયપુર પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં બંને બાળકોની લાશ કડી તાલુકાના મણીપુર પાસેથી તેમજ અન્ય બાળકની લાશ કડી તાલુકાના પીરોજપુર પાસેથી મળી આવેલ હતી.

જ્યારે પિતાની લાશ જાસપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી ગઈકાલ રોજ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકે મૃત્યુ પહેલા એક વિડીયો બનાવીને તેના આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ તેની પત્ની કોમલબેન તથા મામાજી દ્વારા અવારનવાર યુવકને શારીરિક તેમ જ માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.

જેથી કંટાળી જઈને યુવકે તેના બે બાળકો સાથે રાયપુર પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવીને અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

કલોલ સમાચાર