ગાર્ડન સીટી બ્લાસ્ટ કેસમાં ધરપકડ
કલોલમાં આવેલ ગાર્ડનસીટી સોસાયટીમાં થયેલ બ્લાસ્ટને કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. કલોલ તાલુકાના સઈજ ગામની સીમમાં પંચવટી વીસ્તારની ગાર્ડન સીટી સોસાયટીમાં 22 ડિસેમ્બર 2020ના રોજ થયેલા ભેદી બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત પ્રકરણમાં ખોટી NOC આપનારા ONGC નાં બે અધિકારીઓની લોકલ ક્રાઇમ બ્રાંચ ધ્વારા ધરપકડ કરી લેવામાં આવતા બન્ને આરોપીઓએ સાચી જ NOC આપી હોવાનું રટણ શરૂ કરીને લૂલો સ્વ બચાવ કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર જિલ્લાના કલોલમાં ગાર્ડનસીટી વસાહતમાં નવ મહિના અગાઉ થયેલા બ્લાસ્ટમાં ઓએનજીસીની બંધ લાઈન કારણભુત હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ સંદર્ભે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ કલોલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને જેની તપાસ ગાંધીનગર એલસીબીએ શરૃ કરીને ઓએનજીસીમાંથી એનઓસી આપનાર બે અધિકારીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓના રીમાન્ડ મેળવવા માટે પણ તજવીજ શરૃ કરવામાં આવી છે.
તાલિબાનોનું કટ્ટર દુશ્મન ISIS ખુરાસાન,જેનાથી ખુદ તાલિબાન ડરે છે
જો ઓએનજીસીની લાઈન જમીનમાંથી પસાર થતી હોય તો આ જમીન ઉપર બાંધકામ માટે એનઓસી કેવી રીતે મળી તે મામલે તપાસ શરૃ કરાઈ હતી અને ઓએનજીસીના અધિકારી દિપક જગેન્દ્રનારાયણ નારોલીયા રહે.એ-૩૦૧ સંગાથ સિલ્વર ફલેટ, મોટેરા અને હેડ ડ્રાફટમેન ઘનશ્યામ જીવાભાઈ પટેલ રહે.શ્રીરંગ ઉપવન રાયસણ દ્વારા એનઓસી આપવાનું બહાર આવ્યું હતું.
ગઈકાલે મોડી સાંજે દિપક નારોલીયા અને ઘનશ્યામભાઈ પટેલ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેમને કોર્ટમાં રજુ કરવા માટેની તજવીજ પણ શરૃ કરાઈ છે.