કલોલમાં ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા દલાઈ લામાને મળેલ નોબલ પારિતોષિકની ઉજવણી કરાઈ

કલોલમાં ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા દલાઈ લામાને મળેલ નોબલ પારિતોષિકની ઉજવણી કરાઈ

Share On

દલાઇ લામા ના 33મા વર્ષની ઉજવણી ભારત તિબેટ મૈત્રી સંઘના માર્ગદર્શનમાં કરવામા આવી……

10 ડિસેમ્બર માનવ અધિકાર દિન પરમ પૂજ્યનીય દલાઇ લામાને નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા તેના 33મા વર્ષની ઉજવણી ભારત તિબેટ મૈત્રી સંઘના માર્ગદર્શનમાં કરવામા આવી. આ સંદર્ભે તિબેટની સ્વતંત્રતામાં ભારતની સુરક્ષા તેમજ કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સંદર્ભે સંઘોષ્ઠી નું પણ આયોજન કરવામાં આવ્યું

મહેન્દ્રશિલ ઉપાસ્કે જણાવ્યું હતું કે તિબેટની સ્વતંત્રતા ભારતની સુરક્ષા, હિમાલયની રક્ષા, પર્યાવરણની સુરક્ષા તેમજ ભારતની સીમાઓ સુરક્ષિત રહેશે.

આગામી સમયમાં ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા આવનાર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે ભારત સરકાર દ્વારા દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન પરમ પૂજ્ય દલાઇ લામાને મળવું જોઈએ તેમજ ભારતના સંસદના સંયુક્ત સત્રમાં દલાઇ લામાને આમંત્રણ આપવામાં આવે અને સન્માનિત કરે.

પર્યાવરણની સુરક્ષા તેમજ 1962 માં સંસદમાં થયેલા પ્રસ્તાવ મુજબ કાર્ય કરવા અનુરોધ કરવા ભારતના રાષ્ટ્રપતિ મહામહિમને પોસ્ટકાર્ડ દ્વારા ભારતનો જનમત પહોંચાડવામાં આવશે.
આગામી મહાશિવરાત્રી 19 ફેબ્રુઆરીના દિવસને કૈલાસ માનસરોવર મુક્તિ દિન તરીકે ઉજવવામાં આવશે .
પર્યાવરણની સુરક્ષા અને હિમાલય બચાવવા માટે ચીન દ્વારા જે પ્રકારે વોટર પોલિસી જે ભારત માટે વોટર બોમ્બ છે તે. વિશે પ્રજાને જાગૃત કરવામાં આવશે .

કલોલ સમાચાર