કલોલ સીએચસી માં એક્સ રે મશીન બંધ અવસ્થામાં….
કલોલ સીએચસી સેન્ટર ખાતે સરકાર દ્વારા ચારથી પાંચ મહિના અગાઉ એક્સ-રે મશીન ફાળવવામાં આવ્યું હતું. જે એક્સરે મશીન હાલ કલોલ સીએચસી ખાતે ધૂળ ખાતી અવસ્થામાં જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા મોટા ખર્ચે કલોલ સીએચસી સેન્ટરને ફાળવવામાં આવેલું આ મશીન શોભાના ગાંઠિયા સમાન થઈ ચૂક્યું છે.
જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મશીનમાં જે એક્સ-રે ફિલ્મ ની જરૂરિયાત હોય તે ફિલ્મના અભાવને કારણે આ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.
એક્સ રે મશીન બંધ હોવાને કારણે અસ્થમા તેમજ કફના દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવે પડી રહ્યો છે. એક્સ-રે મશીન ઝડપથી ચાલુ થાય તેવી માંગ કલોલ ની સ્થાનિક જનતામાં ઉઠી રહી છે.