કલોલ ના બંધ મકાનમાંથી તસ્કરોએ ₹4,54,000 ના  માલમત્તાની ચોરી કરી

કલોલ ના બંધ મકાનમાંથી તસ્કરોએ ₹4,54,000 ના માલમત્તાની ચોરી કરી

Share On

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું……

આ બાબતે મળતી માહિતી અનુસાર કલોલ શહેર અને પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કલોલ શહેરના મોતીનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ તૈલી તેમના કાકા ની દીકરી ના લગ્ન પ્રસંગે તેમના મૂળ વતન રાજસ્થાનમાં ગયા હતા અને તેઓએ પોતાનું મકાન બંધ કરીને દુકાનના માણસને સાફ-સફાઈ અંગેનું કામ સોંપ્યું હતું.

ત્યારે બીજા દિવસે દુકાન નો માણસ બગીચામાં પાણી છાંટવા માટે ગયો હતો ત્યારે તેણે મકાનના દરવાજાના તાળા તૂટેલા જોતા તે ચોકી ઉઠ્યો હતો અને તાત્કાલિક તેણે દિલીપભાઈને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી દિલીપભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

અને મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીના ચાંદીનો જુડો તેમજ અન્ય રકમ મળીને કુલ રૂપિયા ચાર લાખ 54 હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે ચોરી કરીને ફરાર થયેલ આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે.

કલોલ સમાચાર