વિવિધ પ્રકારના રોગોની સારવાર નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી……
કલોલમાં આજ રોજ આયુષ મેળો યોજાયો હતો, આ આયુષ મેળો સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, હોસ્પિટલ કોલવડા, આયુર્વેદ શાખા ગાંધીનગર જિલ્લા પંચાયત, તથા અન્ય સહભાગી સંસ્થાઓના ઉપક્રમે જિલ્લા કક્ષાનો આયુષ મેળાનો કાર્યક્રમ કલોલ ના ભારત માતા ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ પ્રકારના રોગોની સારવાર નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી.
વિવિધ પ્રકારના રોગો જેવા કે મર્મ ચિકિત્સા, અગ્નિ કર્મ, રક્ત મોક્ષણ, પંચ કર્મ, ગર્ભ સંસ્કાર, ચામડીના રોગો, સ્ત્રી રોગો ,બાલ રોગો જેવા અનેક પ્રકારના રોગોની સારવાર નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. સંપૂર્ણ મેળા દરમિયાન વિવિધ પ્રકારના કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ થીમ પર ભવાઈ, ડાયરો, આયુર્વેદિક ઔષધીય પીણા, અને વિવિધ પ્રકારની આયુર્વેદિક વાનગીઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.આયુષ નું મહત્તમ પ્રચાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લા કક્ષાનો આયુષ મેળો કલોલના ભારત માતા ટાઉન ખાતે યોજાતો હતો, જેમાં વિવિધ પ્રકારના રોગોની સારવાર વિનામૂલ્યે નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી.