કલોલ માં ટેલિકોમ કંપની દ્વારા 5g ટાવર નાખવા મુદ્દે હોબાળો

કલોલ માં ટેલિકોમ કંપની દ્વારા 5g ટાવર નાખવા મુદ્દે હોબાળો

Share On

નગરપાલિકા ની પરવાનગી લીધા વિના ટાવર ઉભુ કરવા માં આવી રહ્યું હતું……

કલોલના વર્ધમાન નગરમાં આલાપ ફ્લેટની પાસે મોબાઈલ નો ટાવર ઊભું કરવા બાબતે હોબાળો થયો હતો અને નગરપાલિકા દ્વારા સ્થળ ઉપર જઈને કામ બંધ કરાવવામાં આવ્યું હતું આલાપ ફ્લેટની પાછળના ભાગે મેઇન રોડ ઉપર નગરપાલિકાના પ્લોટો આવેલા છે આ પ્લોટો ઉપર અવડા દ્વારા મોબાઈલ કંપનીને ટાવર ઊભું કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે જેના પગલે મોબાઈલ કંપનીના કર્મચારીઓ અધિકારીઓ મશીનો સાથે ટાવર ઊભું કરવા પ્લોટ ઉપર પહોંચીને કામ કરી રહ્યા હતા ત્યારે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમણે ટાવરનો વિરોધ કર્યો હતો અને નગરપાલિકાના પ્રમુખ તથા કોર્પોરેટરોને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને તેઓની રજૂઆતના પગલે કામ બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

 

મોબાઈલના ટાવરથી નીકળતા કિરણોથી આસપાસના રહેણાંક વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયેલું છે જેના કારણે એ સ્થાનિક રહેવાસીઓ દ્વારા મોબાઈલ ટાવર નો વિરોધ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ આ સ્થળ ઉપર નગરપાલિકાના પ્લોટો છે અને નગરપાલિકા તેના ઉપર બગીચો બનાવવાનો આયોજન કરી રહી છે તેમ છતાં આવડા દ્વારા ટાવર ઊભું કરવાની પરમિશન આપવામાં આવી છે.

જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો અને એ નગરપાલિકાના કોર્પોરેટરો એ સ્થળ ઉપર જઈને કામ બંધ કરાવી દીધું હતું

કલોલ સમાચાર