દૂષિત કચરાનો નિકાલ ન થયો હોવાથી લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય……
કલોલ રેફરલ હોસ્પિટલના બહારના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી. જેથી રેફરલ હોસ્પીટલ વિસ્તારની આસપાસ રહેતા લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં પડેલ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી.
મળેલ માહિતી અનુસાર, કલોલમાં આવેલ રેફરલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ પાર્કિંગની પાછળ રહેલ જગ્યામાં છેલ્લા કેટલાય સમયથી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી. જે કચરો ઘણા સમયથી નિકાલ કરવામાં આવ્યો ન હોવાને લીધે તે વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એમ્બ્યુલન્સ પાર્કિંગની પાછળના ભાગમાં ગંદકીના દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે. ઘણા સમયથી આ જગ્યા પર સાફ સફાઈ ન કરવામાં આવી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ઠેર ઠેર ગંદકી હોવા છતાં તંત્ર દ્વારા કચરાનો નિકાલ કરવા માટે કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. આ કચરાનો નિકાલ કરવો અત્યંત જરૂરી બન્યો છે, અન્યથા કચરો સળવાને લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોમાં ફેલાઈ રહ્યો છે. ઘણા સમયથી આ જગ્યા પર કચરાનો નિકાલ ન કરવામાં આવતા ગંદકી ના દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે.
તંત્ર આળસ ખંખેરીને આ દૂષિત કચરાને દૂર કરવામાં તસ્તી લે તે જરૂરી બન્યું છે. અન્યથા આ દૂષિત કચરાને લીધે રેફરલ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.