આડેધડ વાહન પાર્કિંગ કરતા વાહનચાલકો સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે……
કલોલ મામલતદાર કચેરીના બહારના વિસ્તાર માં આડેધડ પાર્ક કરેલ વાહનો જોવા મળી રહ્યા છે. જેને લીધે ત્યાં થી પસાર થતા અન્ય વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આડેધડ પાર્ક કરેલ વાહનોને લીધે અન્ય વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે.
કલોલ માં મામલતદાર કચેરીના બહારના વિસ્તારમાં આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનોને કારણે અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આડેધડ પાર્ક કરેલ વાહનો રસ્તા પર બેખોફ રીતે પાર્ક કરેલા જોવા મળી રહ્યા છે. જેને લીધે તે રસ્તા પર થી પસાર થતા અન્ય વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બેખોફ બનેલા આ વાહનચાલકો દ્વારા તેમના વાહનોને આડેધડ પાર્ક કરવામાં આવતા રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આડેધડ વાહનો પાર્ક કરતા વાહનચાલકોને કારણે અન્ય વાહનચાલકોને પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારે આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો માત્ર મામલતદાર કચેરી પૂરતા જ સીમિત નથી, કલોલના અન્ય વિસ્તારોમાં પણ આજ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પ્રકારે બેખોફ બની ને રસ્તા પર આડેધડ વાહન પાર્કિંગ કરતા વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી બન્યો છે. અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર આવા બેખોફ રીતે આડેધડ વાહનપાર્કિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું.