છોટાહાથીના ચાલકે અન્ય વાહનને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો……
કલોલ હાઇવે પર આજરોજ અકસ્માત થવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળેલ માહિતી અનુસાર, આજરોજ બપોરના સમયગાળા દરમિયાન અમદાવાદ મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત થવાની ઘટના સામે આવી હતી. જેમાં છોટા હાથી GJ-02-AT-0429ના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા અન્ય વાહનને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં છોટાહાથીમાં સવાર પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ટોલ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે કલોલ સીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
સંપૂર્ણ અકસ્માતમાં કુલ પાંચ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. છોટાહાથીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અન્ય વાહનને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.આ ભયાનક ટક્કરમાં છોટાહાથીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ છોટાહાથી વાહનમાં સવાર કુલ પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જોકે સમયસર ટોલ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર અર્થે કલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમની હાલત સ્થિર હોવાની માહિતી મળવા પામેલ છે.