કલોલના નારદીપુર ખાતે કિશોરની ઘાતકી હત્યા

કલોલના નારદીપુર ખાતે કિશોરની ઘાતકી હત્યા

Share On

મૃતક કિશોર મૂળ ઉત્તર પ્રદેશનો અને છેલ્લા 25 વર્ષથી પરિવાર સાથે નારદીપુર ખાતે રહેતો હતો…..

કલોલના નારદીપુર ખાતે 15 વર્ષીય કિશોરની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. આજરોજ સાંજના સમયગાળા દરમિયાન કિશોર તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન કોઇ બાબતે મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં કિશોરની ઘાતકી હત્યા થઈ હોવાની વિગતો સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, કલોલ નારદીપુર ખાતે આવેલ વાડિયા વાસમાં રહેતો અમર પ્રમોદકુમાર વિશ્વકર્મા ( ઉ.વ ૧૫) આજરોજ સાંજના સમયે તેના 8 થી 10 મિત્રો સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન મિત્રો વચ્ચે થયેલ બબાલમાં કોઈક મિત્રએ અમર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેમાં અમરને ડાબા ખભાના ભાગ પર છરીનો ઘા વાગતા ઘટના સ્થળે જ કિશોરનું મૃત્યુ થઈ ગયું હતું. મૃતક કિશોર મૂળ ઉત્તર પ્રદેશનો અને છેલ્લા 25 વર્ષથી નારદીપુર ખાતે રહેતો હોવાની વિગતો સામે આવી છે.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ મૃતક અમરની લાશને પોસ્ટમોર્ટમ અર્થે કલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

કલોલ સમાચાર