નગરપાલિકા વધતા દબાણને અટકાવવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ……
ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઠેર ઠેર દબાણ જોવા મળી રહ્યા છે. વધતા દબાણને કારણે જાહેરમાર્ગો પણ સાંકડા થઈ રહ્યા છે. આ દબાણને કારણે વાહન ચાલકોને પણ ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
કલોલમાં પ્રજાની સુખાકારી માટે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર પાણીના એટીએમ મૂકવામાં આવ્યા છે. પરંતુ મૂકવામાં આવેલા આ એટીએમને પણ દબાણરૂપી ગ્રહણ લાગી ગયું હોય, તેમ દબાણે આ એટીએમ ને પણ ઢાંકી દીધા છે. કલોલમાં આવેલા પૂજા ફાસ્ટફૂડની પાછળના ભાગમાં, ટેલીફોન ઓફિસ પાસે, તેમજ નગરપાલિકાની બાજુમાં મૂકવામાં આવેલ પાણીના એટીએમ પાસેજ કેટલાક ફેરિયાઓ દ્વારા લારીઓ મૂકવામાં આવી છે. જેને કારણે એટીએમ માંથી પાણી લેવા આવતા નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલ નગરપાલિકાની રહેમ નજર હેઠળ વધતા દબાણે પાણીના એટીએમ ને પણ બાકાત રાખ્યા નથી.જેને કારણે એટીએમ માંથી પાણી લેવા આવતા કલોલની જનતાને ભારે અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા આ જગ્યા પર વધી રહેલા દબાણને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી નથી.
પાણીના એટીએમ પાસે રહેલ દબાણોને પણ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે તેવી લોકમાંગ થઈ રહી છે.