પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું….
ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગના એમએમસીજી સેમ 2 ના વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાંથી ભવાઈ કળા લુપ્ત થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને ભવાઈ વિશે જાણકારી મળી રહે તે માટે ભવાઈ વર્કશોપ યોજાયો હતો. આ ભવાઈ વર્કશોપ “ડિજિટલ લિટરેસી બિહેવીયર ચેન્જ” વિષય પર યોજાયો હતો. જેમાં મોબાઈલ આવ્યા બાદ સમાજમાં તેને કેવી અસર થઈ રહી છે તેનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું હતું. “ભૂલ કોની” નામના ભવાઈ શોમાં મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો, ઓનલાઇન ફ્રોડ થી બચવા શું કરવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ ભવાઈ શોમાં મુખ્ય મહેમાન તરીકે ખ્યાતનામ નાટ્ય શિક્ષક અને ભવાઈ નિષ્ણાંત જનકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન જનકભાઈ દવેએ વિદ્યાર્થીઓને ભવાઈ જીવંત રાખવાનો પ્રયત્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટૂંકાગાળામાં તૈયાર થયેલ આ શૉ ‘ ભૂલ કોની ‘ને જનકદાદાએ ઉત્તમોત્તમ કહી વખાણ્યો હતો. આ ભવાઈ વર્કશોપમાં જાણીતા ડાયરેક્ટર બિપિન બાપોદરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગના વડા ડોક્ટર સોનલ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ભૂમિકા બારોટ અને ડોક્ટર કોમલ શાહે વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવ્યો હતો…