કલોલના બોરીસણા રોડ પર સગીરાને અકસ્માત થતા પગ છુંદાઈ ગયો
આજકાલ માં બાપ પોતાના સગીર બાળકોને વાહન આપી દે છે. લાઇસન્સ વગર વાહન ચલાવતા બાળકો અકસ્માત કરી બેસતા હોય છે. કલોલના બોરીસણા રોડ પર એક સગીરા એકટીવા લઈને પસાર થઇ રહી હતી ત્યારે અચાનક આગળ જતા ટેન્કર સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
.
અકસ્માતમાં સગીરાનો એક પગ છુંદાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતને પગલે સગીરાના વાલી દોડી આવ્યા હતા. સગીરાને સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવી છે. અકસ્માતને પગલ્ર પોલીસે સગીરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે.
મા-બાપ સગીર બાળકોને પણ વાહન ચલાવવા અાપતા હોવાથી સામેની વ્યક્તિ સામે જાનનું જોખમ વધી જાય છે. બાળકો ફૂલ સ્પીડમાં વાહનો હંકારી રહ્યાં છે. સ્કૂલમાં અાવવા જવા માટે સગીરો વાહન ચલાવતા નજરે પડી રહ્યાં છે તેમને ચેતવાની જરૂર છે.