કલોલમાં ગઈકાલે તારીખ 28-11-2021ના બપોરે આશરે 3 વાગ્યા ની આસપાસ જીવદયા સંસ્થાના સભ્ય દ્વારા સામાજિક અગ્રણી બિપિનભાઈ સોલંકીને ફોન કરીને કલોલ શહેરના બજારમાં આવેલ ખમાર ભુવનની બાજુમાં એક ગાય બીમાર હાલતમા છે તો એને સારવાર અર્થે મોકલવા માટે કલોલ નગરપાલિકાના સાધનની વ્યવસ્થા કરી આપવાં માટે જાણ કરવામાં આવી હતી.
બિપિનભાઈએ તાત્કાલિક ભારતીય જનતા પાર્ટી શાસિત કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલને જાણ કરતાં તેઓએ પણ તાત્કાલિક સાધન મોકલી આપી એક જીવદયા પ્રત્યેની લાગણીનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સેવાકીય કાર્યમાં સહભાગી બન્યાં હતા.આ સેવાકીય કાર્ય મા જીવદયા સંસ્થાના સભ્યો તથા કલોલ વોર્ડ નંબર 11 શક્તિકેન્દ્રના ઇનચાર્જ બિપીનચંદ્ર સોલંકી તથા કલોલ નગરપાલિકાનો ખૂબ મોટો સહયોગ રહ્યો હતો.