કલોલમાં રોડ વચ્ચે વાહન પાર્ક કરશો તો મેમો ફાટશે,અચૂક શેર કરો

કલોલમાં રોડ વચ્ચે વાહન પાર્ક કરશો તો મેમો ફાટશે,અચૂક શેર કરો

Share On

કલોલમાં રોડ વચ્ચે વાહન પાર્ક કરશો તો મેમો ફાટશે,અચૂક શેર કરો

કલોલ શહેરના જાહેર માર્ગો, રસ્તા વચ્ચે ટ્રાફિક કરનારા અને વાહનો મુકનારા વાહન ચાલકોને હવે આખરે કિંમત ભોગવવી પડી શકે છે. કલોલમાં ટ્રાફિક ઘણો બધો વધી ગયો છે લોકો રોડ વચ્ચે જ વાહનો પાર્ક કરતા હોય છે જેને કારણે અવર-જવર કરતા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

કલોલ પોલીસ દ્વારા મામલતદાર કચેરી સામે બે ગાડીઓના ચાલકોને 500-500 રૂપિયાનો નો દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલે હવે જો કલોલમાં કોઈ રસ્તા વચ્ચે ગાડી મુકશે તો તેમના વિરોધ પોલીસ કાર્યવાહી કરીને મેમો આપી શકે તેમ છે. કલોલ શહેરના રસ્તા સાંકડા પડી રહ્યા છે ત્યારે યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવે તો લોકોને પડતી હાલાકી નો અંત આવી શકે તેમ છે.

જુઓ વિડીયો 👇

કલોલમાં હાલ લોકો જ્યાં ત્યાં પોતાના વાહનો મૂકીને જતા રહેતા હોય છે જેને કારણે અન્ય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. હવે પોલીસ  દ્વારા રોજ આ રીતે મેમો આપવાનો શરૂ કરવામાં આવનાર છે જેને કારણે લોકો વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરે અને કોઈને નડે નહીં તેમ મૂકે તો શહેરમાં સુંદરતા આવી શકે તેમ છે.

કલોલ સમાચાર