સિટી મોલ ના બધા જ પાર્કિંગ ખોલો તો ટ્રાફિક ગાયબ
કલોલમાં ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે. ટ્રાફિકમાં અટવાવાને કારણે મોંઘા ભાવના પેટ્રોલ ડીઝલનો બગાડ થઇ રહ્યો છે.પોલીસે ત્રણ દિવસ ટ્રાફિક ડ્રાઈવ યોજીને સંતોષ માની લીધો છે. જોકે બજારમાં સ્થિતિ સુધારી નથી. હજુ એજ સ્થળો પર ભયંકર ટ્રાફિક થઇ રહ્યો છે. પાલિકા દ્વારા દબાણ હટાવવા મુદ્દે કોઈ પગલાં ભરાયા નથી.સિટી મોલ ના બધા જ પાર્કિંગ ખોલો તો ટ્રાફિક ગાયબ.

નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ પાલિકા બજારના તમામ શોપિંગ સેન્ટરોમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ ખોલી દેવા માંગણી થઇ રહી છે. અહીં એકસાથે હજારો વાહનો પાર્ક થઇ શકે તેટલી જગ્યા છે. વસ્તી આ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં મૂત્ર વિસર્જન કરે છે તેના કરતા વાહનો પાર્ક થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલાય તેમ છે. અહીં લોકો જાહેરમાં મૂત્ર વિસર્જન કરતા હોવાની પણ ફરિયાદો સામે આવી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ