કલોલ સિંદબાદ બ્રીજ નીચે યુવકની હત્યા,આરોપી પકડાયો

કલોલ સિંદબાદ બ્રીજ નીચે યુવકની હત્યા,આરોપી પકડાયો

Share On

કલોલ સિંદબાદ બ્રીજ નીચે યુવકની હત્યા

કલોલમાં ગઈકાલે રાત્રી દરમિયાન એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. કલોલ હાઇવે પર સિંદબાદ બ્રીજ નીચે અંગત અદાવતમાં યુવકનું મર્ડર થતા ચકચાર મચી ગઈ છે. હત્યાને પગલે સિંદબાદ બ્રીજ પાસે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. લાશને પોસ્ટ મોર્ટમ માટે કલોલ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.

કલોલમાં હત્યાને પગલે સિવિલ ખાતે લોકો ઉમટી પડ્યા હતા. વધતી સંખ્યા જોઇને પોલીસનો ચુસ્ત બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો હતો. સુત્રો અનુસાર અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. કલોલમાં ક્રાઈમરેટ સતત વધી રહ્યો છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ પણ ઉઠી છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીને પકડી લીધો હતો અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

 

કલોલ સમાચાર