કલોલના સિંદબાદ બ્રીજ પાસે ઇકોએ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ 

કલોલના સિંદબાદ બ્રીજ પાસે ઇકોએ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ 

Share On

કલોલના સિંદબાદ બ્રીજ પાસે ઇકોએ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ

કલોલ : કલોલના સિંદબાદ બ્રીજ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.  રીક્ષા અગાળ  જઈ રહી હતી ત્યારે પાછળથી ઇકો ગાડીએ ટક્કર મારી હતી. આ બાદ ઇકોને પાછળથી આવતી કારે ટક્કર મારતા ઇકો ફરી રીક્ષાને અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના ચુનીલાલ ઠાકોર કલોલ સિંદબાદ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ વેગે આવતા ઇકો ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. ટક્કર વાગતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન પાછળથી આવતી  અરટીંગા ગાડીએ ઇકોને ટક્કર મારી હતી. જેથી ઇકો ફરીથી રીક્ષાને અથડાઈ હતી. અકસ્માતને પગલે ઇકો ચાલક નાસી ગયો હતો.
અકસ્માતમાં રીક્ષામાં બેસેલા મુસાફરો અને ચાલક ઈજાગ્રસ્ત  થયા હતા. ત્રણ ઘાયલોને સારવાર માટે કલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી રીક્ષા ચાલકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઇ જવાયા હતા. પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર