કલોલ પૂર્વમાં ઔડાએ દબાણ પર બુલડોઝર ચલાવ્યું

કલોલ પૂર્વમાં ઔડાએ દબાણ પર બુલડોઝર ચલાવ્યું

Share On

કલોલ પૂર્વમાં ઔડાએ દબાણ પર બુલડોઝર ચલાવ્યું

કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ રઘુવીર ચોકડી પાસે ઔડાનું દબાણ ખાતું ત્રાટક્યું હતું. ઔડાએ દબાણકારો સામે લાલ આંખ કરીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. લોકોએ ફૂટપાથ પર કબજો કરી લેતા રાહદારીઓ માટે ચાલવાનો રસ્તો નથી બચ્યો. આ ઉપરાંત રોડ અને ફૂટપાથ પર લારીઓને કારણે ટ્રાફિક સમસ્યા પણ ગંભીર બની છે. સમગ્ર પૂર્વ વિસ્તારમાં દબાણ હટાવાય તેવી માંગ થઈ છે.

ઉલ્લેખનીય છે કે કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ સોસાયટીના રહીશોએ જાતે જ પોતાનો દબાણ દૂર કર્યું હતું. સોસાયટીમાં આવવા જવાનો રસ્તો એકદમ સાંકડો થઈ જતા રહીશોએ એક સાથે બેસીને નિર્ણય લીધો હતો અને કલોલ નગરપાલિકામાં રજૂઆત કરીને દબાણ હટાવવા માટે માંગ કરી હતી.

કલોલમાં વધુ એક હત્યા, વૃદ્ધને માર મારી પુલ પરથી ફેંકી દેવાયા

 

કલોલ સમાચાર