સઈજ ઓવરબ્રિજ પર લોખંડના પતરા વાવાઝોડામાં ઉડી ગયા
કલોલના સઈજ ઓવરબ્રિજ પર લગાવેલ પતરા વાવાઝોડામાં ઉડી ગયા હતા. પતરા ઉડીને નીચે પડતા અક્સ્માતની શકયતા ઉભી થઇ હતી. ટોલટેકસ તંત્ર દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે જાનહાની થાય તેવા સંજોગ બન્યા હતા.
કલોલના સઇજ ઓવરબ્રિજ પર અકસ્માત અટકાવા લોખંડના પતરા લગાવ્યા છે. કલોલમાં સતત બે દિવસથી ફૂંકાઈ રહેલ પવનને કારણે લોખંડના પતરા ઉડીને નીચે પડ્યા હતા. નીચે જાહેર માર્ગ હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાંથી પસાર થતા હોય છે. સદનસીબે પતરા પડ્યા ત્યારે કોઈ પસાર થતું નહોતું નહી તો અકસ્માતનો બનાવ બને તેવી શક્યતા હતી.
