કલોલ : રેલ્વે પૂર્વ વિસ્તારમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત 

કલોલ : રેલ્વે પૂર્વ વિસ્તારમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત 

Share On

કલોલ : રેલ્વે પૂર્વ વિસ્તારમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત


કલોલના રેલ્વે પૂર્વમાં યુવકે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કલોલના વલ્લભનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી. જેથી તેને સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

ઘટનાની વિગત અનુસાર કલોલના રેલ્વે પૂર્વમાં આવેલ વલ્લભનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય યુવાને ઝેરી દવા પી લીધી હતી. દવા પીવાથી તબિયત લથડતા તેને કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયો હતો. જોકે વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યો હતો. ગાંધીનગર સિવિલ ખાતે યુવકે દમ તોડ્યો હતો. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સઈજ ઓવરબ્રિજ પર લોખંડના પતરા વાવાઝોડામાં ઉડી ગયા 

કલોલ સમાચાર