કલોલમાં બિપોરજોય વાવાઝોડાને પગલે વરસાદી વાતાવરણ સર્જાયું
કલોલમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગઈકાલે સાંજથી વરસાદી વાતાવરણ બની ગયું છે. બુધવારે સાંજે અને ગુરુવારે સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. કલોલમાં સાવચેતીના ભાગરૂપે જોખમી હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા.
વાવાઝોડાને પગલે કલોલમાં સસ્ત ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.14-15 જૂનના રોજ ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓ ચક્રવાતની ચપેટમાં આવશે.
અહીં 14 અને 15 જૂને ભારે વરસાદ થઈ શકે છે. 16 જૂને આ ચક્રવાત ઉત્તર ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધશે. અહીં પણ ભારે વરસાદની સંભાવના છે.ગુજરાતમાં 12 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 65 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પવન ફૂંકાશે. 15 જૂને આ વિસ્તારોમાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ પછી સ્પીડ બંધ થઈ જશે. 16 જૂને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં 65 કિલોમીટર પ્કરતિ લાકની મહત્તમ ઝડપે પવન ફૂંકાઈ શકે છે.