કલોલમાં વાવાઝોડું ફૂંકાતા ક્યાં ક્યા ઝાડ પડ્યા,વાંચો
કલોલમાં ભારે પવન ફૂંકાતા ત્રણ ચાર સ્થળોએ ઝાડ પડી ગયા હતા. ટાવરચોક અને મામલતદાર કચેરીએ એક ઝાડ પડી ગયું હતું. ઝાડ તૂટીને વીજવાયર પર પડતા વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. આ ઉપરાંત અર્જુન નગર સોસાયટીમાં પણ એક ઝાડ પડી ગયું હતું.
કલોલમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગઈકાલે સાંજથી વરસાદી વાતાવરણ બની ગયું છે. બુધવારે સાંજે અને ગુરુવારે સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. કલોલમાં સાવચેતીના ભાગરૂપે જોખમી હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા. આજે બપોરે ભયંકર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 16મી જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને રાજકોટ, જામનગર કચ્છ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોના લોકો સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર અતિ ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે.