તથ્ય પટેલ વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો,જાણો સમગ્ર બનાવ
ઇસ્કોન બ્રીજ પર અકસ્માત કરનાર તથ્ય પટેલ વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. વાંસજડા ગામમાં રહેલા મંદિરના પીલ્લર સાથે તથ્યે કાર અથડાવી હતી. જેથી ગામના માજી સરપંચે ફરિયાદ નોંધાવી હતી.
સરપંચે જણાવ્યું હતું કે તા.૦૧/૦૧/૨૦૨૩ના રોજ સવારના આશરે ૩ થી ૫ વાગ્યાના અરસામાં કોઇ ગાડી ચાલકે અમારા ગામના ભાગોળે મેઇન રોડ ઉપર સાંણંદ તરફ જતા રોડ ઉપર જે બળીયાદેવનું મદીર આવેલ છે તેની આગળની સાઇડના એક પીલ્લરને કાર અથડાવી પીલ્લરને નુકશાન કરતાં મંદીરનો ધાબાનો ભાગ નમી ગયેલ હોય અને જેનાથી મંદીરને આશરે રૂપીયા ૨૦,૦૦૦/- નું નુકશાન કરેલ તે તથ્ય પટેલ હતો.
જે તે વખતે મંદીરને નુકશાન કરનાર ગાડી નંબર કે અન્ય માહિતી ના હોય ગામમાંથી કોઇએ ફરીયાદ આપેલ ન હતી. જેગુઆર ગાડી નંબર જીજે.01.ડબલ્યુ.કે.0093ના ચાલક તથ્ય પટેલ વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવી હતી.
