કલોલ પૂર્વમાંથી દેશી દારૂ પકડાયો,પોલીસ ફરિયાદ નોંધાઈ
કલોલની ચંપાબેનની ચાલી ખાતે રહેતા રાજાજી બાબુજી ઠાકોર પોતાના ઘરે દેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી કલોલ પોલીસને બાતમી મળી હતી. જેને પગલે પોલીસ રેડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ હતો આ ઇસમની તપાસ કરતા તેણે પોતાનું નામ રાજાજી બાબુજી ઠાકોર, રહે. ચંપાબેનની ચાલી જણાવ્યું હતું.
તેના ઘરની વસ્તીમાં એક પ્લાસ્ટિકના કેરબામાં પ્રવાહી ભરેલ મળી આવેલ હતું. આ પ્લાસ્ટિકના કેરબાની અંદર જોતા પ્રવાહી ભરેલ જણાઈ આવેલ. પ્લાસ્ટિકના કેરબાને ખોલીને જોતા તેમાંથી દેશી દારૂની વાસ આવતી હતી. આ કેરબામાં પાંચ લીટર જેટલો દેશી દારૂ હતો જેને પગલે પોલીસે ₹100 ની કિંમતનો પાંચ લીટર દેશી દારૂ જપ્ત કરીને રાજાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.