કલેકટરે કલોલ પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો

કલેકટરે કલોલ પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો

Share On

કલોલ પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

કલોલના પૂર્વ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. રોગચાળાગ્રસ્ત વિસ્તારમાંથી કોલેરાના 2 કેસ સામે આવ્યા છે. જેને પગલે અહીં 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે કામગીરી સોંપાઈ છે.

કલોલમાં છેલ્લા અઠવાડિયાથી ઝાડા ઉલટીના કેસ સામે આવી રહ્યા હતા. આશરે બસો જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓના સ્ટુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી બે દર્દીઓમાં કોલેરા હોવાનું જણાયું હતું. જેને પગલે કલેકટર દ્વારા જાહેરનામું પાડી મજુર હાઉસિંગ,ત્રિકમ નગરથી બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.

કલોલ સમાચાર