કલોલનાં અલુવામાં મહિલા પાસેથી 3.95 કિલો ગાંજો ઝડપાયો
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલવાની ગાંજો વેચતી મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અલુવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 3.95 કિલો ગાંજો ઝડપી લીધો હતો.
ગાંધીનગર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અલુવા ગામમાં રહેતા ચકુબેન વિજયજી ઠાકોર ગાંજાનો વેપાર કરે છે.જેથી પોલીસે તેના ફ્લેટ ઉપર દરોડો પાડ્યો હતો. એસઓજીએ ફ્લેટમાં તપાસ કરતા 3.95 કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે 39,520 રૂપિયાનો ગાંજો કબજે કરી જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે 500 રૂપિયાની કિંમત નો મોબાઇલ પણ જપ્ત કરી લીધો હતો. એસઓજીએ ગાંજો અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 40,020નો મુદ્દા માલ જપ્ત કરી ચકુબેન વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.