કલોલ તાલુકાના ગામમાં આવા જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં આવતા જતા બાળકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
આ ઉપરાંત ત્યાંથી પસાર થતા સ્થાનિકોને પણ કાદવ કીચડ નડતો હોય છે. જેને પગલે ઈસંડ ગ્રામ પંચાયતમાં સાફ-સફાઈ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવે છે.