કલોલના આરસોડિયા રોડ ઉપર ગૌ હત્યા કરનારા પાંચ આરોપી જેલના સળિયા પાછળ
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલના આરસોડિયા રોડ ઉપર ગાયની હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. જાહેરમાં ગૌહત્યાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.
આ બાબતે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ગાયની હત્યા કરનાર આરોપીઓ રિઝવાન મોહમ્મદ યુનુસ હનીફ કુરેશી રહે વેજલપુર અમદાવાદ તથા ફેજાન ઉંમર ભાઈ ખલીફા રહે વેજલપુર અમદાવાદ તથા ખ્વાજા જહીરભાઈ સલીમભાઈ શેખ રહે જુહાપુરા અમદાવાદ તથા મોહમ્મદ ઝફરખાન શેખ રહે સારંગપુર અમદાવાદ અને મોહમ્મદ આરીફ મોહમ્મદ હનીફ શેખ રહે ચૂહાપુરા અમદાવાદની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
આ અગાઉ પણ ગૌહત્યાનો બનાવ બન્યો હતો
કલોલના ગટે હરા તળાવ પાસે અગાઉ પણ ગૌ હત્યાનો મામલો સામે આવ્યો હતો. અહીં ગાયનું માંસ અજાણ્યા ઇસમો નાખી જતા હતા. જેને પગલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી તેમાં પણ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.