કલોલ નગરપાલિકામાં લાફા કાંડ બાદ શહેરનો વિકાસ રૂંધાયો

કલોલ નગરપાલિકામાં લાફા કાંડ બાદ શહેરનો વિકાસ રૂંધાયો

Share On

કલોલ નગરપાલિકામાં લાફા કાંડ બાદ શહેરનો વિકાસ રૂંધાયો

  • વિકાસ કાર્યોની મંજૂરી માટે બેઠક બોલાવવા રજૂઆત
  • લાફા કાંડ બાદ બેઠકોનો દોર ચાલ્યો પણ એક્શન અંગે સસ્પેન્સ

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલ નગરપાલિકામાં થયેલા રીટેન્ડરીંગ કાંડ અને લાફા કાંડ બાદ હવે વિકાસના કાર્ય સદંતર ઠપ થઈ ગયા છે. કલોલમાં ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો હતો ત્યારબાદ રાજીનામાં ધરી દેવામાં આવ્યા હતા. હવે કુલડીમાં ગોળ ભંગાઈ ગયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

કલોલ નગરપાલિકામાં થયેલા લાફા કાંડ બાદ રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું તેમજ આ બાબતે મોટો હોબાળો થતા કલોલના ભાજપના નેતાઓ સાથે હાઈ કમાન્ડે ચર્ચા કરી હતી. આ બાદ તમામ લોકોના મોઢા સિવાઇ ગયા છે અને આ લાફા કાંડ બાદ શું થયું તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયુ છે. લાફા કાંડ થયા બાદ બેઠકોનો દોર ચાલ્યો હતો જેમાં નગરપાલિકાના રાજીનામું ધરી દેનાર સભ્યોએ પોતાની માંગણી મૂકી હતી. આ બાદ બેથી ત્રણ નગર સેવકોએ પોતાનું રાજીનામું પરત પણ ખેંચી લીધું હતું.

 

કલોલ નગરપાલિકામાં રીટેન્ડરિંગનો વિવાદ ચગ્યો હતો. રીટેન્ડરીંગના વિવાદ બાદ સમગ્ર વિકાસ કાર્યો ઠપ થઈ ગયા છે જેને કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજીનામાં આપી દીધા બાદ મહદઅંશે સમાધાન થઈ ગયું હોવા છતાં કારોબારી બેઠક બોલાવવામાં આવતી ન હોવાનો આક્ષેપ પણ થયો છે જેને કારણે કલોલ નગરપાલિકાના નગરસેવકે પત્ર લખીને કારોબારી બેઠક યોજીને વિકાસ કાર્યોને બહાલી આપવાની માગણી કરી છે. નગર સેવક પ્રદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કારોબારી બેઠક અથવા જનરલ બેઠક બોલાવીને વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવે તો વિકાસ કાર્યો આગળ વધી શકે છે

કલોલ સમાચાર