કલોલ નગરપાલિકા દ્વારા અધધ…11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ
BY પ્રશાંત લેઉવા
કલોલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડ બ્રિજ થી સીદ બાદ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી નગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન શરૂ કર્યું હતું, જેમાં કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
કલોલ નગરપાલિકા દ્વારા આજે 11.50 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી જમીન ખુલ્લી કરાવાઈ હતી. છેલ્લા બે દિવસથી સિંદબાદ રોડ પર ચાલી રહેલ દબાણ હટાવ અભિયાનમાં આજે પાનસર ત્રણ રસ્તા પાસે એક તબેલો, ત્રણ ઘર સહીત કુલ 2100 સ્કવેર મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી, જેની માર્કેટ કિંમત 10.50 કરોડ છે. આ ઉપરાંત અન્ય પાંચ દુકાન અને એક ઘર મળીને કુલ 200 સ્કવેર મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તેની માર્કેટ પ્રાઇસ એક કરોડ છે.
પાલિકા તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ બ્રિજથી સિંદબાદ સુધીનો માર્ગ પહોળો કરવાના ભાગરૂપે આ દબાણ હટાવ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવશે.