જેસીઆઈ કલોલ દ્વારા મેરેથોન દોડ
કલોલમાં તારીખ 9 જાન્યુઆરીના રોજ જેસીઆઈ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ, સુઘડ બનાવવા જનજાગૃતિના હેતુથી તેમજ લોકોમાં હેઠળ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુસર આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જેસીઆઈ કલોલના પ્રમુખ રોનક ખમારે મોટી સંખ્યામાં નગરજનોને આ મેરેથોન દોડમાં જોડાવવા અપીલ કરી છે. આ માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ફ્લોરા ટ્રેડિંગ કંપની, નવજીવન શોપિંગ સેન્ટર,નેવી ઓટો પ્યોર ફ્યુઅલ, એચપી પેટ્રોલ પંપ, આંબેડકર ત્રણ રસ્તા અને સહજાનંદ મેડિકલ સ્ટોર, સરદાર બાગ સામેથી મળી રહેશે.
9 જાન્યુઆરી, રવિવારના રોજ વખારિયા હાઈસ્કૂલના ગેટ આગળથી મેરેથોન દોડ શરુ થશે. આ મેરેથોન દોડ માટે વિજેતાઓ પુરુષો અને સ્ત્રીઓ એમ બંને અલગ-અલગ રહેશે તથા દોડ પૂણૅ કરનાર પ્રથમ 100 પ્રતિસ્પર્ધીને મેડલ આપવામાં આવશે.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો
કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે
વડસ્માના સરપંચ તરીકે ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી
સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો
2 thoughts on “જેસીઆઈ કલોલ દ્વારા 9 જાન્યુઆરીએ મેરેથોન દોડ યોજાશે,રજીસ્ટ્રેશન શરુ”