હવે નવો વિવાદ ! પાલનપુરમાં આસારામના સત્સંગથી પોલીસ દોડતી થઈ, જામીન શરતોનો ભંગ
જેલમાંથી બહાર નીકળીને હવે આસારામ નવા વિવાદમાં ફસાયા છે. આસારામે પાલનપુરમાં સત્સંગ યોજતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આસારામ જોધપુરથી સારવારના જામીન લઈને અમદાવાદથી પાલનપુર આવ્યા હતા. આસારામ પાલનપુર લીલાશાહની કુટીયાના દર્શન કરવા આવ્યા હતા.
પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે ભજન સત્સંગનો કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.આસારામનો કાર્યક્રમ પોલીસ પરવાનગી વગર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આયોજકોની પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા . પોલીસ આવે તે પહેલા આસારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થયા હતા. મહેશ્વરી હોલ આગળ જ રોડ પર વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આસારામને સત્સંગ નહીં કરવાને થલતેજ જામીન આપવામાં આવ્યા છે.