અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ ગુનેગાર નથી વખા’ના માર્યા છે
એજન્ટ, કબુતરો પર તપાસ એજન્સીઓ તૂટી પડે તો નવાઈ નહીં
BY Prashant Leuva
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 વ્યક્તિઓમાંથી મોટા ભાગના મહેસાણા અને કલોલ પંથકના છે. આ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવીને રહેતા હતા. જોકે હવે અમેરિકાથી પરત આવતા અહીં તેમની સાથે ગુનેગાર હોય તેવું વર્તન થઇ શકે છે.
બીજી તરફ પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓ લોકલ એજન્ટ્સ પર તૂટી પડશે. તપાસ નામે ધાડેધાડા ઉતરી પડશે. જોકે આ કબૂતરબાજીમાં જે મોટા એજન્ટ છે તેમની વિરુદ્ધ તો કોઈપણ જાતની કાર્યવાહી થતી નથી. મોટા મગરમચ્છ બચી જતા હોય છે જ્યારે એજન્ટના નામે ફોલ્ડરિયાઓને ઝડપી લેવામાં આવે છે.
દેશને વિશ્વગુરુ બનાવવાની વાતો થઇ રહી છે. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવા જઈ રહી છે ત્યારે સારા જીવનની શોધમાં લોકો દેશ છોડી વિદેશમાં સ્થાઈ થઇ રહ્યા છે. વિદેશ જવા માટે હવે સૌ જ્ઞાતિઓએ દોડ લગાવી છે. અહીં તક ન મળવાને કારણે અથવા સારી નોકરી, લાઈફ સ્ટાઇલ ન મળવાને કારણે તમામને વિદેશમાં સ્થાઈ થવું છે. એટલે એમ પણ કહી શકાય કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ ગુનેગાર નથી વખા’ના માર્યા છે.