Live સમાચાર માટે આ લિંક વાંચતા રહો
ભારતીયોને પરત મોકલવાનો વીડિયો US બોર્ડર પેટ્રોલ દ્વારા રિલીઝ કરાયો છે. ફ્લાઇટમાં બેસાડાતા ભારતીયો હાથકડીમાં અને પગમાં સાંકળ બાંધેલા જોવા મળી રહ્યા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર US બૉર્ડર પેટ્રોલના ચીફ માઈકલ બેન્કના એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો સાથેના લખાણમાં ભારતીયોને ‘ગેરકાયદેસર એલિયન’ કહેવાયા છે.
કોઈએ જમીન વેચી, કોઈએ મિલકત ગીરવે મૂકી, હવે અમેરિકાથી ડિપોર્ટ કરાતા આર્થિક ફટકો
અમેરિકા જવાની ઘેલછામાં લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. અમેરિકાએ પરત મોકલેલા વ્યક્તિઓમાંથી કોઈએ મકાન વેચ્યું હતું તો કોઈએ જમીન અને પોતાની મિલકત ગીરવે મૂકીને પણ લાખો રૂપિયાનો દેવું કરીને અમેરિકા પહોંચ્યા હતા. જોકે હવે તેમને પરત મોકલવામાં આવતા આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે.
ભારતથી અમેરિકા જવા માટે એજન્ટો 60 થી 80 લાખ રૂપિયા વસૂલતા હોય છે અને તેમને હેમખેમ અમેરિકા પહોંચાડવાની ગેરંટી આપતા હોય છે. ઊંચી લાઈફ સ્ટાઈલની આશાએ અહીં લાખો રૂપિયાનો દેવું કરીને લોકો પહોંચે છે પરંતુ બિન કાયદેસર ગયા હોવાથી પરત ફરવાનો વારો પણ આવે છે. અત્યારે કલોલ મહેસાણા અને પાટણના જે વ્યક્તિઓ પરત ભર્યા છે તેમની સ્થિતિ દયનીય થઈ ગઈ છે.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકો માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી અપીલ કરી છે. તેમણે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર આવા સૌને મદદ કરે અને સહાનુભૂતિ બતાવે એવી હું જાહેરમાં વિનંતી કરું છું.