કલોલ વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર

કલોલ વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર

Share On

કલોલ વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર

By પ્રશાંત લેઉવા

 

કલોલ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કલોલ શહેરમાં રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચારના નગર સેવિકાએ રાજીનામું ધરી દેતા પેટા ચૂંટણી આવી પડી હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

વિગતવાર વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ચારની ખાલી પડેલી બેઠક ભાજપ પાસે હતી. પેટા ચૂંટણીમાં ભાજપે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. શરૂઆતના તબક્કે લાગી રહ્યું હતું કે આ બેઠક ભાજપ પાસે હોવાથી જીત સરળ થઈ ગઈ છે પરંતુ હવે મતદાનને આડે ફક્ત 48 કલાક બાકી રહ્યા છે ત્યારે બાજી પલટાઈ રહી હોય તેવી લોકચર્ચા જામી છે.

 

ભાજપ જીતની ઓવર કોન્ફિડન્સમાં રહ્યું છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે છેલ્લા ચાર દિવસથી વોર્ડ નંબર ચારમાં ધામા નાખ્યા છે જેને પગલે હવે પેટા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. ભાજપમાં ટિકિટને લઈને અંદરો અંદર અસંતોષ પણ જોવા મળ્યો હતો.

 

વોર્ડ નંબર ચારની ચૂંટણી જીતવા માટે હવે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ મેદાનમાં ઉતરતા માહોલ ગરમાયો છે. જો ભાજપ આ બેઠક જીતશે તો આગામી નગરપાલિકાની ચૂંટણીમાં તેમનો ગઢ સચવાઈ રહેશે અને જો કોંગ્રેસ આ બેઠક જીતવામાં સફળ રહેશે તો આગામી ચૂંટણીમાં નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

 

 

કલોલ સમાચાર