કલોલ વોર્ડ ચારની પેટા ચૂંટણીમાં 36.93 ટકા મતદાન
કલોલ: કલોલ નગરપાલિકાની વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આજે યોજાયેલી વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં કુલ મતદાન 36.93 ટકા જેટલું થયું છે ગરમી અને લગ્નગાળાને જોતા લોકોએ મતદાન કરવામાં રસ દર્શાવ્યો નથી.
વોર્ડ ચારની પેટા ચુંટણીમાં 2 વાગ્યા સુધી 20.03 ટકા મતદાન નોંધાયુ હતું.
પેટા ચૂંટણીમાં 11 વાગ્યા સુધી કુલ 12% મતદાન થયું છે. કલોલના તેરસા પર આ પાસે આશ્રમશાળા બૂથમાં વાતાવરણ તંગ બનતા પોલીસે તમામ લોકોને બહાર કાઢ્યા હતા.