કલોલમાં ઉલટી ગંગા ! દર્દીઓને બદલે ફાઇલ્સની ટ્રાન્સફરમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ 

કલોલમાં ઉલટી ગંગા ! દર્દીઓને બદલે ફાઇલ્સની ટ્રાન્સફરમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ 

Share On

કલોલમાં ઉલટી ગંગા ! દર્દીઓને બદલે ફાઇલ્સની ટ્રાન્સફરમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ

મામલતદાર કચેરીએ સૂચના આપી કે કોઈ ઉચ્ચ અધિકારીએ તે તપાસનો વિષય 

કલોલ : કલોલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને દવાખાને અને તેમના નિવાસ સ્થાને લઈ જવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ કલોલમાં ઊલટી ગંગા વહી હોય તેમ કલોલ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં ફાઈલોના પોટલાની ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે.

ઘટનાની વિગત અનુસાર કલોલ નગરપાલિકા કચેરીમાં આશરે 10:30ની આસપાસ એમ્બ્યુલન્સમાંથી ફાઈલોના પોટલાની ટ્રાન્સફર કરાઈ હતી. આ ફાઈલોના પોટલાને લાવવા લઈ જવા માટે અન્ય વાહનનો  ઉપયોગ થઈ શકે તેમ છે પરંતુ સત્તાવાળાઓને અન્ય કોઈ વાહન ન મળતા ફક્ત એમ્બ્યુલન્સ જ મળી જેને પગલે લોકોમાં કચવાટ ફેલાયો છે.


લોક ચર્ચા અનુસાર એમ્બ્યુલન્સ ફાઈલોની ટ્રાન્સફર કરી રહી હતી તે દરમિયાન જો કોઈ ઈમરજન્સી કેસ આવે અને દર્દીઓને હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ઊભી થાય અને સમયસર એમ્બ્યુલન્સ ના પહોંચે તો  દર્દીને કંઈ થઈ જાય તેની જવાબદારી કોણ લેશે.

ફાઈલ એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ્બ્યુલન્સમાં લાવવા લઈ જવા માટે મામલતદાર કચેરીમાંથી સૂચના આવી છે કે પછી કોઈ ચૂંટણી અધિકારીએ સૂચના આપી તે તપાસનો વિષય બન્યો છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તંત્ર દ્વારા દર્દીઓને લાવવા લઈ જવા માટે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સનો ઉપયોગ ફાઈલોની ટ્રાન્સફર કરવા માટે થાય તે  ગેરવ્યાજબી છે.

કલોલ સમાચાર