છત્રાલની ફેક્ટરીમાંથી 16 હજારની બે જાળીઓ ચોરાઈ 

છત્રાલની ફેક્ટરીમાંથી 16 હજારની બે જાળીઓ ચોરાઈ 

Share On

છત્રાલની ફેક્ટરીમાંથી 16 હજારની બે જાળીઓ ચોરાઈ

                                                                                                                                                                                                          કલોલની છત્રાલ જીઆઇડીસીમાં ચોરીની ઘટના સામે આવી છે. છત્રાલની નવકાર ફોરમેલશન કંપનીમાં ચોરી થઈ હતી. ચોરો કંપનીની દીવાલને નુકસાન કરીને 16000 રૂપિયાની બે જાળી ચોરી ગયા હતા. ઘટનાની વિગત અનુસાર કંપનીમાં કામ કરતા ધનજીભાઈ સોલંકી નવકાર ફરમોલેશન ખાતે બપોરના 12:00 વાગ્યા સુધી હાજર હતા ત્યારબાદ તેઓ 1:30 વાગે જમીને પરત આવતા તેમની નજર કંપનીના મુખ્ય ગેટ પાસે રહેલ દીવાલ ઉપર પડી હતી .
 અહીં દિવાલ સાથે ફીટ કરેલ લોખંડની બે ઝાળી જણાઈ નહોતી તેમજ એક જાળી દીવાલથી તોડેલી નુકસાન કરેલી હાલતમાં લટકતી હતી. તેઓએ તપાસ કરતા બે ઝાળીઓ કોઈ ચોર ચોરી કરીને લઈ ગયેલ જણાયું હતું જેને પગલે તેમણે સોળ હજાર રૂપિયાની કિંમતની બે જાળી તેમજ દીવાલની 15000 રૂપિયાનું નુકસાન કરનાર અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કલોલ સમાચાર