કલોલનો જીગ્નેશ પટેલ અમેરિકા જવા માટે વસીમ ખલીલ બન્યો, પોલીસ ફરિયાદ દાખલ

કલોલનો જીગ્નેશ પટેલ અમેરિકા જવા માટે વસીમ ખલીલ બન્યો, પોલીસ ફરિયાદ દાખલ

Share On

કલોલનો જીગ્નેશ પટેલ અમેરિકા જવા માટે  વસીમ ખલીલ બન્યો, પોલીસ ફરિયાદ દાખલ

 

અમેરિકા જવા માટે લોકો કેવા કેવા પેંતરા અપનાવતા હોય છે તેનો એક ચકચાર ભર્યો કિસ્સો સામે આવ્યો છે. કલોલનો એક યુવક અમેરિકા જવા માટે  મુસ્લિમ બની ગયો હતો. જોકે એરપોર્ટ ઉપર તેનો ભાંડો ફૂટી જતા ડીપોર્ટ કરવામાં આવ્યો છે.અમેરિકા જવા માટે ગુજરાતીઓ રાજકીય વિચારધારા તો બદલી જ નાખે છે પરંતુ સાથે સાથે ધર્મ પણ બદલી નાખે છે.

 

 

પ્રાપ્ત વિગત અનુસાર કલોલના પંચવટી વિસ્તારમાં રહેતો જીગ્નેશ પટેલ નામનો યુવક અમેરિકામાં પકડાઈ ગયો હતો. જીગ્નેશ પટેલ નામના યુવકે પાકિસ્તાની વસીમ ખલીલના પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો.

 

 

અમેરિકા જવા માટે જીગ્નેશ પટેલમાંથી વસીમ ખલીલ નામનો વેશ ધારણ કરી લીધા બાદ તેને સરળતાથી અમેરિકામાં પ્રવેશ મળી જશે તેવું ધારી લેનાર યુવકને આખરે ડીપોર્ટ થવાનો વારો આવ્યો છે.

અમેરિકાથી ગુજરાતમાં ડિપોર્ટ થયા બાદ અમદાવાદ પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે આ અંગે વિગત અનુસાર દુબઈના એજન્ટે પૈસા લઈને તેની ઓળખ બદલી આપી હતી. હકીકતમાં વસીમ ખલીલ નામનો દસ્તાવેજ ગાયબ થયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

કલોલ સમાચાર