કલોલ રેલવે સ્ટેશનનું 70 ટકા કામ પૂર્ણ, આગામી ત્રણ માસમાં સંપૂર્ણ ઇમારત તૈયાર થઇ જશે 

કલોલ રેલવે સ્ટેશનનું 70 ટકા કામ પૂર્ણ, આગામી ત્રણ માસમાં સંપૂર્ણ ઇમારત તૈયાર થઇ જશે 

Share On

કલોલ રેલવે સ્ટેશનનું 70 ટકા કામ પૂર્ણ, આગામી ત્રણ માસમાં સંપૂર્ણ ઇમારત તૈયાર થઇ જશે

સ્ટોરી બાય પ્રશાંત લેઉવા 

કલોલ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન બિલ્ડીંગની આશરે 70 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઈ છે.આગામી  ત્રણ માસમાં બિલ્ડીંગની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. બીજી તરફ ફૂટ ઓવરબ્રિજની કામગીરી પણ શરુ થઇ ગઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા કલોલ રેલવે સ્ટેશનની 37.7 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવનાર છે. જેના પગલે મુસાફરોની સુખ સુવિધામાં વધારો થશે. રેલવે સ્ટેશન અંગે માહિતી મેળવવા કલોલ સમાચાર દ્વારા રૂબરૂ મુલાકાત કરાઈ હતી. જેમાં માહિતી મળી હતી કે મુખ્ય ઇમારતનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું છે. આ ઉપરાંત આગામી ત્રણ માસમાં મુખ્ય ઇમારત બનીને તૈયાર થઇ જશે તેમજ ગાર્ડનિંગ પણ હાથ ધરવામાં આવનાર છે.

 

કલોલ રેલવે સ્ટેશનની સંપૂર્ણ ઇમારત ઇકો ફ્રેન્ડલી બનાવી તેને સીટી સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે .નવા રેલવે સ્ટેશનમાં પૂર્વ  વિસ્તાર તરફ નવી ટિકિટ બારી,ફૂટ ઓવરબ્રિજ, મુસાફરો માટે વેઇટિંગ એરિયા તૈયાર કરાશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન તરફના માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે.

કલોલ સમાચાર