કલોલ તાલુકા પોલીસે ધાનજમાં બુટલેગરના પાર્લર પર બુલડોઝર ચલાવ્યું, બોરીસણામાં હથિયાર સાથે રીલ મુકતા યુવાનોને સબક શિખવાડયો 

કલોલ તાલુકા પોલીસે ધાનજમાં બુટલેગરના પાર્લર પર બુલડોઝર ચલાવ્યું, બોરીસણામાં હથિયાર સાથે રીલ મુકતા યુવાનોને સબક શિખવાડયો 

Share On

કલોલ તાલુકા પોલીસે ધાનજમાં બુટલેગરના પાર્લર પર બુલડોઝર ચલાવ્યું

કલોલ : વસ્ત્રાલમાં બનેલ જાહેરમાં મારામારીની ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. કલોલ તાલુકા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો અને બૂટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. ધાનજમાં બુટલેગરે બનાવેલ ગેરકાયદે પાર્લર પર બુલડોઝર ચાલ્યું હતું તો બીજી તરફ કલોલ તાલુકાના બોરીસણા ગામના યુવાનોને હથિયાર સાથે રીલ બનાવવી ભારે પડી છે. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વીડિયો મૂકી રોફ જમાવવાની કોશિષ કરતા યુવાનોને કલોલ તાલુકા પોલીસે સબક શિખવાડ્યો હતો.

 

 

કલોલ તાલુકા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શરીર સંબંધિત ગુનાના આરોપી અને બુટલેગર જીગ્નેશ ઉર્ફે જેનીયો રહે. ધાનજના ગેરકાયદેસર પાર્લરના બાંધકામ પર બુલડોઝર ચલાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બુટલેગરે ધાનજ ગામમાં ગેરકાયદેસર રીતે પાર્લર ઊભું કરી દીધું હતું. રાજ્યમાં અસમાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે કલોલ તાલુકા પોલીસે પાર્લર પર બુલડોઝર ચલાવી દેતા અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

 

 

 

કલોલ તાલુકાના બોરીસણા ગામના યુવાનોને હથિયાર સાથે રીલ બનાવવી ભારે પડી છે. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વીડિયો મૂકી રોફ જમાવવાની કોશિષ કરતા યુવાનોને કલોલ તાલુકા પોલીસે સબક શિખવાડ્યો હતો. બોરીસણાના યુવાનોએ સોશીયલ મીડીયા પર અગાઉ હથિયારો સાથે રીલ્સ બનાવી હતી જે પોલીસના ધ્યાનમાં આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ જણાવી માફી માંગી હતી.

 

કલોલ સમાચાર