Part 1 : શહેર ભાજપ પ્રમુખની ટીમમાં પાયાના કાર્યકરોની અવગણના, છાપેલા કાટલાઓને સ્થાન
કલોલ: કલોલ શહેર ભાજપનું માળખું જાહેર થઈ ગયું છે. શેર ભાજપ માળખાની છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાતી હતી. જોકે માળખું જાહેર થયા બાદ અંદરખાને નારાજગી બહાર આવી છે. શેર ભાજપ પ્રમુખની ટીમમાં પાયાના કાર્યકરોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી હોવાની ચર્ચા જામી છે.
અત્યારે જાહેર થયેલ સંગઠનમાં અમુક વિવાદાસ્પદ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે અમુક હોદ્દેદારો તો એવા છે કે જે ભાગ્યે જ પક્ષની બેઠકમાં આવે છે. આ ઉપરાંત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર એક હોદ્દેદારની પણ મોટા ઉપાડે નિમણૂક આપી દેવાઈ છે.
થોડા સમયે અગાઉ શહેર ભાજપ પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે શહેર ભાજપ પ્રમુખે સંગઠનમાં પોતાના માણસો સેટ કર્યા છે.
કલોલ શહેર સંગઠનમાં પ્રમુખ મનમાની અને તાનાશાહી ચલાવીને પોતાની લોબીના માણસોને ગોઠવવાની ગોઠવણ કરી રહ્યા હોવાનો દાવો આ મેસેજમાં કરવામાં આવ્યો હતો.
શહેર સંગઠનમાં મારો એ સારોના હિસાબે પોતાના માનીતાઓને હોદ્દા આપીને સાચા કાર્યકરોને સાઈડ લાઈન કરી દેવાની ચેષ્ટા શરૂ થતા નારાજગી વ્યાપી હતી જેને પગલે શહેર પ્રમુખે ડેમેજ કંટ્રોલ કરવા માટે એક કાર્યકરને અન્ય મોરચામાં હોદ્દો આપવાની લોલીપોપ આપી હતી.
બીજી તરફ શહેર સંગઠનમાં જી હજુરી કરીને પાછળ પાછળ ફરનારા લોકોને હોદ્દા આપવાની ગોઠવણથી ભાજપના પાયાના કાર્યકરો હચમચી ઉઠ્યા છે.
(વધુ પરાક્રમોની વિગત સમયાંતરે આવતી રહેશે)